PM Surya Ghar Muft Bijli Yojana : 25 વર્ષ સુધી એક રૂપિયો પણ નહીં ભરવો પડે! જાણો 'પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના'થી કેવી રીતે ઉઠાવશો ફાયદો
PM Surya Ghar Muft Bijli Yojana : વિજળી આજના સમયમાં દરેક ઘરની મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે. ઘરનો પંખો, લાઈટ, મોબાઈલ ચાર્જર કે પાણીની મોટર-બધું વીજળી વગર અધૂરું રહી જાય છે. પણ, વધતા વીજ બિલોથી સામાન્ય લોકો પર ભાર વધી રહ્યો છે.
આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે એક રાહતદાયી યોજનાની શરૂઆત કરી છે, જેને કહેવાય છે પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana).
આ યોજના હેઠળ લોકોને ઘરની છત પર સોલાર પેનલ લગાવવાના બદલામાં સરકાર તરફથી મોટો સબસિડી લાભ આપવામાં આવે છે-અને તે પણ સીધું બેંક ખાતામાં. ખાસ વાત એ છે કે, એકવાર સોલર પેનલ લગાડ્યા પછી, તમે 25 વર્ષ સુધી વીજ બિલ ચૂકવવાની જરૂર નહીં રહે!
કેટલી સબસિડી અને કેટલી જગ્યા જોઈએ?
તમારા ઘરની જરૂરિયાત અનુસાર તમે વિવિધ ક્ષમતા (kW)ના સોલાર પેનલ પસંદ કરી શકો છો. અહીં જાણો કેટલા કિલોવોટ માટે કેટલી સબસિડી મળશે અને કેટલી છતની જગ્યા જરૂરી છે:
કિલોવોટ (kW) સરકારની સબસિડી જરૂરી છત જગ્યા
- 2 કિલોવોટ 70% 200 ચોરસ ફૂટ
- 3 કિલોવોટ 60% 300 ચોરસ ફૂટ
- 4 કિલોવોટ 45% 400 ચોરસ ફૂટ
- 5 કિલોવોટ 40% 500 ચોરસ ફૂટ
ખાસ નોંધ: સબસિડી સીધી તમારી બેંકમાં ટ્રાન્સફર થશે અને અરજીને 90 દિવસમાં પેમેન્ટ મળી જશે.
આ યોજના નાં ખાસ ફાયદાઓ શું છે?
વીજ બિલથી છૂટકારો: એકવાર પેનલ લગાડ્યા બાદ 25 વર્ષ સુધી વીજળી મફતમાં મળે છે.
પર્યાવરણ માટે લાભદાયક: સોલર પેનલથી ઊર્જા ઉત્પાદિત થતાં કાર્બન ઉત્સર્જન ઘટે છે.
સરળ હપ્તામાં પેમેન્ટ: જો તમે ફુલ પેમેન્ટ કરી શકતા નથી, તો EMI દ્વારા હપ્તાઓમાં પણ પેનલ ખરીદી શકો છો. ફક્ત આધાર અને પાન કાર્ડ જરૂરી છે.
ડાયરેક્ટ સબસિડી ટ્રાન્સફર: ડિજિટલ પદ્ધતિથી સરકાર સીધું તમારું એકાઉન્ટ ક્રેડિટ કરે છે, કોઈએ ચેક લઈ જવાનો નહિ!
કોને અરજી કરવી છે?
તમારે પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. જ્યાંથી તમે છતના માપ મુજબ પેનલ પસંદ કરી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી કરી શકો છો.
'પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના' માત્ર વીજ બિલ બચાવવાનો વિકલ્પ નથી-આ પર્યાવરણ બચાવવાનો અને સ્વાવલંબન તરફનું પગથિયું છે. હવે છેવટે પ્રશ્ન એ છે કે, “શું તમે પણ વીજળી મફત માણવા તૈયાર છો?”
વધુ માહિતી માટે કેન્દ્ર સરકારની અધિકૃત વેબસાઈટ જોઈ શકશો.
0 Comments