Header Ads Widget

ayurved homeopathy medical choice filling round|medical round|આયુર્વેદ અને હોમિયોપેથીની 70 કોલેજોની 6796 બેઠકો માટે આખરે પહેલો રાઉન્ડ શરૂ

આયુર્વેદ અને હોમિયોપેથીની 70 કોલેજોની 6796 બેઠકો માટે આખરે પહેલો રાઉન્ડ શરૂ

મેડિકલ-ડેન્ટલમાં બીજા રાઉન્ડ પછી ખાલી પડેલી અંદાજે 700થી વધારે બેઠકો અને આયુર્વેદ-હોમિયોપેથી 70 કોલેજોને મંજૂરી મળતાં તેની અંદાજે 6796 બેઠકો માટે પહેલો અને મેડિકલ-ડેન્ટલ માટે ત્રીજો રાઉન્ડ શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી 16મી સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે. જેના આધારે આગામી 17મી અને 18મીએ કોલેજ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે.

મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે તાજેતરમાં બીજો રાઉન્ડ પૂરી કરી દેવાયો છે. બે રાઉન્ડના અંતે મેડિકલની 235 બેઠકો નોન રિપોર્ટેડ અને 22 વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવતાં કુલ 257 બેઠકો ખાલી પડી છે. આ જ રીતે ડેન્ટલમાં 425 બેઠકો નોન રિપોર્ટેડ અને 18 વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવતાં કુલ 443 બેઠકો ખાલી પડી છે. આમ, મેડિકલ અને ડેન્ટલની મળીને કુલ 700 બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે હવે ત્રીજો રાઉન્ડ કરવામાં આવશે. આ જ રીતે હાલમાં આયુર્વેદમાં 30 કોલેજોને મંજૂરી મળતાં 2596 બેઠકો અને હોમિયોપેથીમાં 40 કોલેજોને મંજૂરી મળતાં 4200 બેઠકો માટે પણ ત્રીજો રાઉન્ડ કરવામાં આવી રહ્યો છે. હજુ આયુર્વેદ અને હોમિયોપેથીની અનેક કોલેજોને મંજૂરી બાકી છે. 

હાલમાં આ બન્ને માટે પહેલો રાઉન્ડ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં વધુ કોલેજોને મંજૂરી મળ્યા બાદ તેની બેઠકોને હવે પછીના રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે. મેડિકલ-ડેન્ટલની ખાલી પડેલી બેઠકો અને હોમિયોપેથી-આયુર્વેદની નવી બેઠકો પર પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓ આગામી 16મીએ રાત્રે 12 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે. જેના આધારે 17મી અને 18મીએ કોલેજની ફાળવણી કરવામાં આવશે.

પેરા મેડિકલમાં પહેલા રાઉન્ડમાં જ 11621 બેઠકો ખાલી


બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોટીક્સ, પ્રોસ્થેટીક્સ, ઓડીયોલોજી અને નેચરોપથી સહિતના પેરા મેડિકલ કોર્સની 29866 બેઠકો પર પ્રવેશ માટે પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફી ભરવા માટે આગામી 16મી સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે. પહેલા રાઉન્ડમાં કુલ 18245 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. એટલે કે પહેલા રાઉન્ડમાં જ 11621 બેઠકો ખાલી રહી છે. આગામી દિવસોમાં 16મી સુધીમાં ફી ભરવાની મુદત પુરી થાય બાદ હજુ વધુ બેઠકો ખાલી પડવાની શક્યતા છે. સૌથી વધુ ફિઝિયોથેરાપીમાં 1958, બીએસસી નર્સિંગમાં 2852 અને જીએનએમમાં 2355 બેઠકો ખાલી પડી છે. આ જ રીતે એએનએમમાં 4293 બેઠકો ખાલી પડી છે.